શ્રી ઉમિયા માતાજી

Bhumi Pujan 2026

જગદજનની આધ્યશક્તિ માં ઉમિયા ના વડોદરા શહેર માં પ્રથમ શિખરબધ્ધ મંદિર નું ભૂમિપૂજન

ફેબ્રુઆરી ૧૧, ૨૦૨૬ • વિક્રમ સંવત ૨૦૮૨

Sacred Ground Ready for the Auspicious Beginning
February 11, 2026
1February 11, 2026

Sacred Ground Ready for the Auspicious Beginning

પવિત્ર ભૂમિ પૂજન મહોત્સવ માટે જગ્યા ભવ્ય રીતે સજ્જ કરવામાં આવી હતી. શુભ દિવસે માતાજીના આશીર્વાદ સાથે વિધિવત કાર્યક્રમ માટે સમગ્ર સ્થળને આધ્યાત્મિક અને ભક્તિમય માહોલ સાથે તૈયાર કરવામાં આવ્યું હતું.

Divine Blessings Unite: Sacred Bricks from 11 Holy Temples
February 11, 2026
2February 11, 2026

Divine Blessings Unite: Sacred Bricks from 11 Holy Temples

૧૧ દિવ્ય સ્થાનોમાંથી પધારેલ પવિત્ર શિલાઓનું ઉમિયાધામ વડોદરા ના કાર્યકરો અને ઉમા ભક્તો દ્વારા ભવ્ય અને ભક્તિભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. આ પવિત્ર શિલાઓ માતાજીના આશીર્વાદ અને આધ્યાત્મિક એકતાનું પ્રતિક બની, ભૂમિ પૂજન મહોત્સવને વિશેષ પાવનતા પ્રદાન કરી.

Devotional Welcome of Sacred Shilas by Women Devotees
February 11, 2026
3February 11, 2026

Devotional Welcome of Sacred Shilas by Women Devotees

૧૧ દિવ્ય સ્થાનોમાંથી પધારેલ પવિત્ર શિલાઓનું ઉમિયાધામ વડોદરા ની માતૃશક્તિ દ્વારા ભક્તિભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. ઉમા ભક્ત બહેનો એ શ્રદ્ધા અને આનંદ સાથે પવિત્ર શિલાઓને વધાવી, ભૂમિ પૂજન મહોત્સવને આધ્યાત્મિક ઉર્જા અને પાવનતા થી ભરી દીધો.

Auspicious Commencement of Bhumi Pujan by the Trustee Board
February 11, 2026
4February 11, 2026

Auspicious Commencement of Bhumi Pujan by the Trustee Board

ઉમિયાધામ વડોદરા ના ટ્રસ્ટી મંડળ દ્વારા શુભ મુહૂર્તમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિ પૂજનની પાવન શરૂઆત કરવામાં આવી. વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓની વચ્ચે મંદિર નિર્માણના આ ઐતિહાસિક કાર્યનો શુભ પ્રારંભ થયો.

Bhumi Khat Muhurat Ceremony
February 11, 2026
5February 11, 2026

Bhumi Khat Muhurat Ceremony

શ્રી વિરેનભાઈ, શ્રી ઠાકોરભાઈ તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો દ્વારા શુભ મુહૂર્તમાં ભૂમિનું ખાતમુહૂર્ત વિધિવત રીતે કરવામાં આવ્યું.

Grand Welcome of Honored Dignitaries
February 11, 2026
6February 11, 2026

Grand Welcome of Honored Dignitaries

માતૃસંસ્થાન ઊંઝા ના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, દસકોઇ વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાબુભાઈ જામનાદાસ પટેલ, ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર પ્રમુખ શ્રી જયપ્રકાશ સોની, સાયાજીગંજ ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા તેમજ અન્ય અનેક મુખ્ય અતિથિઓનું શ્રી ઉમિયાધામ વડોદરા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

Deep Pragtya Ceremony by Community Leaders
February 11, 2026
7February 11, 2026

Deep Pragtya Ceremony by Community Leaders

સમાજના ભામાશા એવા શ્રી કે.સી. પટેલ તથા અન્ય અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી. દીપ પ્રાગટ્ય સાથે સમગ્ર કાર્યક્રમને આધ્યાત્મિક તેજ અને પાવનતા પ્રાપ્ત થઈ.

Bhumi Pujan Performed by Chief Guests in Abhijit Muhurat
February 11, 2026
8February 11, 2026

Bhumi Pujan Performed by Chief Guests in Abhijit Muhurat

અભિજિત મુહૂર્તમાં પધારેલ મુખ્ય મહેમાનોના હસ્તે વિધિવત રીતે ભૂમિ પૂજન સંપન્ન કરવામાં આવ્યું. વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે મંદિર નિર્માણના આ પવિત્ર કાર્યને શુભ આશીર્વાદ સાથે આગળ વધારવામાં આવ્યું.

Khat Muhurat Ceremony by Chief Guests
February 11, 2026
9February 11, 2026

Khat Muhurat Ceremony by Chief Guests

મુખ્ય મહેમાનશ્રીઓના હસ્તે શુભ મુહૂર્તમાં ખાતમુહૂર્ત વિધિવત રીતે કરવામાં આવ્યું. વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે મંદિર નિર્માણના પવિત્ર કાર્યને ઐતિહાસિક રીતે આગળ વધારવામાં આવ્યું.

Graceful Cultural Performance by Community Daughters
February 11, 2026
10February 11, 2026

Graceful Cultural Performance by Community Daughters

પધારેલ મહેમાનોના સ્વાગત માટે સમાજની દીકરીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક રજૂઆત કરવામાં આવી. તેમની આકર્ષક અને ભાવસભર પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને આનંદમય અને ભક્તિમય બનાવી દીધું.

Devotees Gather to Witness the Historic Moment
February 11, 2026
11February 11, 2026

Devotees Gather to Witness the Historic Moment

આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે શહેરભરના ઉમા ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ભક્તિ, ઉત્સાહ અને શ્રદ્ધાભર્યા વાતાવરણ સાથે સમગ્ર કાર્યક્રમમાં જનસમુદાયની ભવ્ય હાજરી જોવા મળી

Chief Guests Honor Shri Virenbhai Patel
February 11, 2026
12February 11, 2026

Chief Guests Honor Shri Virenbhai Patel

પધારેલ મુખ્ય અતિથિઓ દ્વારા શ્રી ઉમિયાધામ વડોદરાને નિઃસ્વાર્થ ભાવે સેવા આપી તમામ મણકાઓને એકસાથે જોડનાર એવા ટ્રસ્ટી શ્રી વિરેનભાઈ પટેલનું હાર્દિક સન્માન કરવામાં આવ્યું. તેમની અવિરત મહેનત, નેતૃત્વ અને સમર્પણ ભાવનાને આ અવસરે ગૌરવપૂર્વક બિરદાવવામાં આવી.

Leadership Witnessing the Ceremony
February 11, 2026
13February 11, 2026

Leadership Witnessing the Ceremony

સંસ્થાના ટ્રસ્ટી મંડળના શ્રી હરિવદનભાઈ પટેલ (સાહેબ), શ્રી એસ.ડી. પટેલ, શ્રી લલીતભાઈ પટેલ, એસ.પી.જી. મધ્ય ગુજરાત પ્રમુખ શ્રી વિરંગ પટેલ તથા અન્ય મુખ્ય કાર્યકરો , તેમની ઉપસ્થિતિ સમગ્ર કાર્યક્રમને ગૌરવ અને માર્ગદર્શન પૂરું પાડતી હતી.

Inspirational Addresses Ignite the Spirit of the Ceremony
February 11, 2026
14February 11, 2026

Inspirational Addresses Ignite the Spirit of the Ceremony

માતૃસંસ્થાન ઊંઝાના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ તથા પ્રમુખ શ્રી બાબુભાઈ જામનાદાસ પટેલે પોતાના જોશભર્યા અને પ્રેરણાદાયી ભાષણોથી સમગ્ર કાર્યક્રમમાં નવી ઉર્જા અને પ્રાણ પૂર્યા. તેમના વચનો ભક્તિ, એકતા અને વિકાસના સંદેશ સાથે સૌને પ્રેરિત કરી ગયા.

Roaring Leadership that Accelerated the Divine Mission
February 11, 2026
15February 11, 2026

Roaring Leadership that Accelerated the Divine Mission

એસ.પી.જી. મધ્ય ગુજરાત અધ્યક્ષ શ્રી વિરંગ પટેલ દ્વારા તમામ કાર્યકરો અને આગંતુક મહેમાનોનું હાર્દિક અભિવાદન કરવામાં આવ્યું. ત્યારબાદ ટ્રસ્ટી શ્રી વિરેનભાઈ પટેલે સાવજ જેવા જોમદાર અને ઉર્જાસભર ભાષણ દ્વારા સમગ્ર કાર્યક્રમમાં નવચેતના અને ઉત્સાહ ભરી દીધો. તેમના પ્રેરણાદાયી શબ્દોએ ઉમિયાધામના આ પાવન કાર્યને વધુ વેગ અને ગૌરવ આપ્યું

Powerful Address on “From Community Building to Nation Building”
February 11, 2026
16February 11, 2026

Powerful Address on “From Community Building to Nation Building”

પોતાના ગર્જના સમાન પ્રભાવશાળી ભાષણ માટે જાણીતા એસ.પી.જી. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજી પટેલ દ્વારા “સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ” વિષય પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. તેમના ઓજસ્વી અને દ્રઢ વિચારોથી સમગ્ર જનસમુદાયમાં નવી ચેતના અને રાષ્ટ્રભાવના પ્રગટ થઈ.

Inspiring Address by Shri Bhagyabhai Patel
February 11, 2026
17February 11, 2026

Inspiring Address by Shri Bhagyabhai Patel

તરસાલી ગામના સંત સ્વરૂપ મારુતિ મંડળના પ્રમુખ શ્રી ભાગ્યાભાઈ પટેલ દ્વારા ઊંઝા થી મા ઉમિયાની અખંડ જ્યોત લાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. તેમના ઉત્સાહવર્ધક અને પ્રેરણાદાયી ભાષણે હાજર જનસમુદાયમાં ભક્તિ અને નવી ચેતના જગાવી.

Umiyasena IT Team with Esteemed Leader
February 11, 2026
18February 11, 2026

Umiyasena IT Team with Esteemed Leader

ઊંઝા ના પ્રમુખ તથા એસ.પી.જી. પ્રમુખ સાથે શ્રી ઉમિયાધામ વડોદરા ની આઈ.ટી. ટીમ “ઉમિયાસેના” એ સ્મૃતિચિહ્નરૂપ આ પાવન ક્ષણને કેમેરામાં કેદ કરી. ટેકનોલોજી અને સેવા ભાવ સાથે ઉમિયાધામના આ ઐતિહાસિક કાર્યક્રમને સફળ બનાવવા ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.